મને વ્હાલું નીલું આસમાન,
પ્રિતમને પ્યારો નીલો આસમાની રંગ....

જોઈ હરખાઉ હું નીલું આસમાન,
જોઈ હરખાઈ એ નીલો આસમાની રંગ...

ઉડવાનું મન થાય મને જોઈ નીલું આસમાન,
મલકાઈ પહેરી એ નીલો આસમાની રંગ....

વિચારું બધું હું જોઈ નીલું આસમાન,
એ વિચારે જોઈ નીલો આસમાની રંગ....

મને વ્હાલું નીલું આસમાન,
પ્રિતમને પ્યારો નીલો આસમાની રંગ....

રાજેશ્વરી

#આસમાની

Gujarati Poem by Rajeshwari Deladia : 111497190
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now