તમે પક્ષીઓને ઉડતા જોયા છે? હંમેશા ટોળામાં જ ઉડે છે. પરંતુ ક્યારેય બાજને ઉડતું જોયું છે? હંમેશા એકલું જ ઉડે છે, કારણ કે એ સૌથી ઊંચું ઉડે છે.
આસમાની ઊંચાઈએ એમ જ નથી પહોંચી શકાતું, એકલા રહેવાની આદત પાડવી પડે છે. આસમાની ઊંચાઈએ ત્યારે જ પહોંચાય છે જ્યારે પોતાની કાબેલિયત પર ભરોસો હોય.
બાજ એકલું ઉડે છે કેમ કે એને એની પાંખો પર ભરોસો છે.
પોતાના કાર્યસ્થળે નોંધ કરજો, જે વ્યક્તિ સૌથી ઉચ્ચ સ્થાને છે એ હંમેશા એકલી જ બેસે છે, અન્ય કર્મચારીઓ સાથે બેસવાની એને પરવાનગી નથી હોતી.
અને ઘણી વાર એવું પણ બને છે કે એ વ્યક્તિની સફળતા અન્ય લોકો જોઈ ન શકતા એને એકલી પાડી દે છે. આસમાની ઊંચાઈ પર રહેવામાં એકલા પડવાની હિંમત રાખવી પડે છે, ઘણાં સંબંધોને જતા કરવા પડે છે. આસમાની ઊંચાઈએ પહોંચ્યા પછી જે ખુશી મળે છે એ સાથે થોડા અણગમતા લોકોનો કે વિરોધીઓનો રોષ પણ લાવે છે.
#આસમાની

Gujarati Thought by Tr. Mrs. Snehal Jani : 111497137
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now