કલાક માસ્ક પહેરતા તો શ્વાસ લેવા માં તકલીફ આવી જાય છે,
અબજો ટન પ્લાસ્ટિક નાં કચરા થી ધરતી માં એ કેમ શ્વાસ લીધો હશે ?
ઘર માં પુરાવાનું પાલન કરતાં તો આત્મા અકળાઈ ઉઠ્યો,
કેમ એ નિર્દોષ પશુ પંખી પિંજરા માં કેદ થયા હશે ??
ઠેર ઠેર ધુમાડા ઓકતી મિલોનું સામ્રાજ્ય ઉભું કરી દીધુ,
આ કદરૂપું દ્રશ્ય જોઈ રવિ કેટલો ક્રોપાયમાન થયો હશે??
પોતાના સ્વાર્થ માટે પહોંચી ગયો પ્રકૃતિ સામે લડત ની પરાકાષ્ઠા એ,
કદાચ ત્યારે જ પ્રકૃતિ એ પણ કોરોના, વાવાઝોડા ને તીડ નાં સૈન્ય તૈયાર કર્યા હશે...
~જીગર
#જીવંત