જીવંત અને નાશવંત વચ્ચે પીસાતો આ માનવી.
જન્મ મૃત્યુના ફેરા વચ્ચે અટવાતો આ માણસ.
કર્મના બંધનો થકી જ ઘડાયું એનું જીવન સ્વરૂપ.
પાપ પુણ્યના ઘડાઓ ભરતો રહેતો આ માણસ.
સદાય પામવાને એ સુખ, સૃષ્ટિમાં ભટકતો રહેતો.
ઈશ્વરની પૂજા અર્ચના કરતો રહેતો આ માણસ.
જાણ્યો નહીં એણે આત્મામાં પરમાત્માનો અંશ.
કહે "પ્રીત", કેવો જીવંત ન સમજતો આ માણસ!
#જીવંત