આંખોથી રમત રમે છે તું
નજરથી વાર કરે છે,
ઈશારા પૂરતાં છે તારા
સિધાં હૃદય પર વાર કરે છે તું
ચક્ષુબાણ ચલાવી અસરગ્રસ્ત કરે છે તું
બીજા કેટલાં પિડીતો હશે જેના હૃદયમાં રમે છે તું
તારી નજરોથી થી અજાણ છે તું
કે પછી મજા લે છે,
અમારી જગ્યાએ આવીને જો
અંદરથી ભૂકંપ મચાવે છે તું
પલકારાથી મૂગ્ધ કરે છે, બહું મારકણું જોવે છે તું
જરા પૂછ તારી આંખોને, કેમ પાગલ કરી મૂકે છે તું
નજરથી જાદુ કરે છે તું
ભાન ભુલાવી દે છે,
યુવાન તો ઠીક વૃદ્ધ પણ ન ભૂલે
નયનથી એવી કરામત દેખાડે છે તું