|| સુખ, દુ:ખ #વાસ્તવિક નથી, કાલ્પનિક છે ||
એક વ્યક્તિનું કોઈ મોટા શહેરમાં એક જૂનું મકાન હતું. તેમાં ભાડૂઆત પણ નામમાત્રના ભાડે રહેતા હતા. નગરપાલિકાનો કર પણ પોતાના ખિસ્સામાંથી ભરવો પડતો હતો. કબજો નહીં મળવાને કારણે તેને ખરીદનારું કોઈ મળતું ન હતું. એક દિવસ કોઈએ સમાચાર આપ્યા કા તે મકાન આગમાં બળીને રાખ બની ગયું છે.
સમાચાર સાંભળીને ઘરમાં શોકનું મોજું પ્રસરી ગયું. અચાનક સાંજે એક એજન્ટે આવીને કહ્યુ, 'શેઠજી તમારા શહેરવાળા મકાનનો એક ગ્રાહક મળ્યો છે.' શેઠે ઠંડો શ્વાસ લેતા કહ્યુ, 'વાગ્યા પર મીઠું કેમ ભભરાવો છે. તે રાખના ઢગલાના ગ્રાહક ક્યાંથી આવી ગયા?' એજન્ટે કહ્યુ, શેઠજી, બળી જવાથી ત્યાં મકાન નહીં, ખાલી જમીન પડી છે. માટે કબજો નહીં મળવાને કારણે જે ગ્રાહક એક લાખ પણ આપવા માટે તૈયાર ન હતા, તેઓ હવે પાંચ લાખમાં ખરીદવા માટે તૈયાર છે. હું બાનું લાવ્યો છું. એજન્ટની વાત સાંભળીને ઘરમાં ખુશીનો માહોલ છવાય ગયો. મકાનનું હોવું દુ:ખનું કારણ હતું, તે નષ્ટ થઈ ગયા પછી સુખ આપનારું થઈ ગયું.
પ્રેરણા : -
સાચું એ છે કે મકાનનું મકાન રહેવામાં અથવા બળીને રાખ થઈ જવામાં આપણા સુખ-દુ:ખનો કોઈ સીધો સંબંધ નથી. એક સમયે માંગવાથી કલ્પવૃક્ષ જીવનની તમામ જરૂરી ચીજો ઉપલબ્ધ કરાવતું હતું. કદાચ એ ત્યારની વાત હશે જ્યારે મનુષ્યમાં સંગ્રહાખોરીનો રોગ ન હતો. તેની જરૂરિયાતો સીમિત હતી અને તે સંતોષમાં જીવતો હતો. સંગ્રહ કરવાની અને આંચકી લેવાની કોઈ હોડ ત્યારે ન હતી.
પરંતુ આજે બધું બદલાઈ ગયું છે. સાદગીનું સૌંદર્ય અને સંતોષની સુંગધ આપણા જીવનમાં ક્યાંય દેખાતી નથી. ખર્ચનું આવક સાથે કોઈ સંતુલન હોતું નથી. આપણી અમર્યાદિત આકાંક્ષાઓનો કોઈ છેડો હોતો નથી. લાગે છે, આપણી આ આકાંક્ષાઓથી ગભરાઈને કલ્પવૃક્ષ ડરના માર્યા છૂપાઈ ગયા છે. તેઓ લુપ્ત થયા નથી.
આજે પણ જો સંયયની ભૂખ ન હોય અને આપણી ઈચ્છાઓ મર્યાદિત હોય, તો દરેક આંગણામાં કલ્પવૃક્ષ ઉગાડી શકાય છે. આપણે આપણા સુખ-દુ:ખને ધન-સંપત્તિ સાથે જોડી રાખ્યા છે. કબીરના સંતોષ ધનને ધ્યાનમાં રાખીને જો વિચાર કરીએ તો સુખ અને દુ:ખ સંપત્તિમાં નથી, તેની સાથે આપણી સમજમાં તે રહેલું છે. મહાવીરનું કહેવું છે- જે પદાર્થ અથવા જે જીવ સાથે આપણા જેવા રાગદ્વેષાત્મક સંબંધ છે, તેને લઈને આમ પણ સુખ-દુ:ખ આપણને મળે છે. સુખ અને દુ:ખ વાસ્તવિક નથી, કાલ્પનિક છે. તેઓ આપણા વિચારોમાં પેદા થાય છે. આપણા લાભ અથવા લોભમાં થાય છે.