ચલ આજે હું કહું...
મનમાં જે છે એ સૌ કહું....
વિચારો ના વમળ ને પણ આવરી લઉ..
તું ભલે ને ના સાંભળે...
તો પણ આજ એક વાત કહું...
હાલ કહું કે બેહાલ કહું?
તારા માં સમાયેલી આખી રાત કહું....
ઉઠતાં વંટોળ ની વાત કહું...
તું ભલે ને ના સાંભળે...
તો પણ આજ એક વાત કહું...
સૂરનો એ તાલ કહું..
કે મારા સંગીત નો સાઝ કહું...??
વાતાવરણમાં છે નાનકડો પલટો...
તું ભલે ને ના અનુભવે...
તો પણ આજ એક વરસાદ કહું...
ચલ આજે હું એક વાત કહું...
મારા માં "તું" છે ખાસ એ એહસાસ કહું...