ચાલ જીવી લઈએ
હું અને તું થી આપણે બની,
સુંદર ચહેરાઓ નું સ્મિત બની,
વસંત માં ખીલતું પુષ્પ બની,
પહેલાં વરસાદ ની બુંદ બની,
જીવન સફર નો સથવાર બની,
અનંત એવાં પ્રેમનાં પંખી બની,
ઊડતાં પવન નાં સહવાસી બની,
કમી ઓ એકબીજા ની ભૂલી,
બધાં જ ગમાં અણગમાં ને ભૂંસી,
એક મેક ના સપનાં ઓ બની,
અમર એવી આત્માં બની,
એક બીજાં નો સાથ બની,
એકબીજા નાં સાથી બની,
હાથ માં હાથ આજે ઝાલી,
ફરી આજે થોડું,ચાલ જીવી લઈએ.
Mamta