આડાઅવળા માણસોથી દૂર રહેવું સારું,
આડાઅવળા વિચારો થી અળગું રહેવું સારું.
આડીઅવળી ભાષા થી તાણ અનુભવાય છે,
આડીઅવળી વાણી મનમાં દુ:ખ ભરી જાય છે.
પણ....
આ કુદરત માં બધું જ આડુંઅવળું
નથી અરૂપ કે નથી અડખામણું,
આ નિસર્ગ માં ઘણું આડુંઅવળું,
મન ને મોહી જાય છે.
આડોઅવળો વહેતો પવન
મધુર સુવાસ ફેલાવે છે,
તો આડાઅવળા વિવિધ રંગો નભમાં
અદ્ભૂત ચિત્ર સર્જાવી જાય છે.
ખીણમાં આડીઅવળી વહેતી નદી,
દ્ર્શ્ય રમણીય બનાવે છે,
આડીઅવળી કેડી ઓ પર ઘુમતા,
ગીતો ગાવાનું મન થાય છે.
આડાઅવળા વેરાયેલા પુષ્પો ધરાને
સુશોભિત કરી જાય છે,
આડાઅવળા લહેરાતા વૃક્ષો
શીતળતા પ્રસરાવી જાય છે.
આડાઅવળા રંગો કેનવાસ પર
કંઈક નવી છટા ઉપજાવે છે,
તો આડાઅવળા ચિંથરા ઓથી
કોઈ'ક પોતાનું તન પણ ઢાંકી જાય છે.
#આડુઅવળું