આપો દીકરી ને ભણતર કેરો કરિયાવર,
નહીં લાગે પછી ક્યારેય સાપનો ભારો.
પૈસા ઝવેરાત બધું તો ખૂટશે એક દિવસ,
ભણતર કેરું જ્ઞાન તો રહેશે અવિરત.
જ્યારે ઊભી હશે સમાજની સામે એકલી,
ત્યારે અનુભવાશે એક લાગણી ગર્વ ની.
આવડત તો છે બધું જ સંભાળી લેવાની,
રાહ જોવે છે પોતાની જાતને સાબિત કરવાની.
- Dr. Priyanka Dholiya