“તમે વરસાદ ના બની શક્યા મારા માટે,
નહીંતર મોર બનીને એમા ભીંજાઉ જવું હતું મારે…
તમે સમુંદર ના બની શક્યા મારા માટે,
નહીંતર નદી બની એમા સમાય જવું હતું મારે…
તમે મેઘધનુષ્ય ના બની શક્યા મારા માટે,
નહીંતર તમારા જ રંગ માં રંગાય જવું તું મારે…
તમે ફુલ ના બની શક્યા મારા માટે,
નહીંતર સુગંધ બની મહેકી જવું તું મારે…
તમે દુનિયા ના બની શક્યા મારા માટે,
નહીંતર તમારી જ દુનિયામાં ખોવાય જવું તું મારે....😊