લાગણીઓના દરિયામાં ભરતી ઓટ તો આવ્યા કરે,
એમ સંબંધ તોડી થોડો દેવાય;
ક્યારેક તું રૂઠે હું મનાવું, ક્યારેક હું રૂઠું ને તું મનાવે,
એમ સાથ છોડીને ચાલી થોડું જવાય;
તાંતણા જેવો એકદમ નાજુક આ સંબંધ,
વધુ ખેચીએ તો તૂટી જાય અને ગાંઠ પડે તો ઉકેલવો બહુ મુશ્કેલ હો;
સાહેબ, આ "સંબંધ" તો કુમળા છોડ જેવો,
એને પ્રેમ રૂપી પાણી અને સમજણ રૂપી ખાતર આપીને ઉછેરવો પડે.