પારખી સૌને તેને ઓળખવાનો પ્રયાસ કરીલે
મિત્ર બનાવી સૌને,ખોટો ખ્યાલ તું છોડી દે.
બહાનું મેલ પડતું થોડું ઘણું સાહસ કરીલે
થઈશ જરૂર સફળ તું,ખોટો ખ્યાલ છોડી દે.
થશે તે ધાર્યું હશે તેજ બસ તુ પરિશ્રમ કરીલે,
પોતાના કામમાં વ્યસ્ત રહે, ખોટો ખ્યાલ છોડી દે.
સૌની વચ્ચે થશે વાત તારી જ તું સુધાર કરીલે
બસ સારું વર્તન કરતો રહે, ખોટો ખ્યાલ છોડી દે.
અહમ છોડીને બધાની સંગાથે તું મિત્રતા કરીલે
દુશ્મનો ઓછા થઈ જશે,ખોટો ખ્યાલ છોડી દે.
પ્રતીક ડાંગોદરા