ગીતા 1-28,29
(मोह से व्याप्त हुए अर्जुन के कायरता, स्नेह और शोकयुक्त वचन )
अर्जुन उवाच
दृष्टेवमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्॥
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति।
યુધ્ધ મા સામેલ લોકો ને જોઈ અર્જુન મોહ થી ઘેરાય જાય છે અને કહે છે કે મારા અંગ શીથીલ થઇ ગયા છે અને મુખ સુકાઈ ગયું છે.મારાપણા નો સ્નેહ એ પણ એક અત્યંત જટિલ અહંકાર નુ રુપ છે.જોઈએ તો એના વગર આપણું અસ્તિત્વ જ નથી , પણ ત્યાં સુધી કે જ્યાં સુધી ખુદનો ભાવ ન હોય. બુદ્ધ જ્યારે તપસ્યા કરી મહેલ મા આવ્યા ત્યારે તેના પિતાએ તેમને કહ્યું કે ભલે જે થયું મને એનો કોઈ વસવસો નથી પણ હવે તુ આપણુ રાજ્ય સંભાળી લે. ત્યારે બુધ્ધ કહે છે તમે જેને કહો છો એ સિધ્ધાર્થ તો વનમાં ખોવાઈ ગયો હવે હું એ નથી તમે તો ફક્ત એ રસ્તો હતા જેના દ્વારા મારુ શરીર આ જગતમાં અવતરિત થયુ.
પણ અર્જૂન એ બુધ્ધ નથી એ હજી સાન્સારીક માનવી જ છે એનામાં હજુ સ્વ નો ભાવ જાગૃત નથી થયો માટે જ્યાં સુધી મારી, મારા સ્નેહીઓ પ્રત્યે ની જવાબદારી પુરી ન થાય ત્યાં સુધી હું એમનાથી બંધાયેલ છું એવો ભાવ અર્જુન પ્રસ્તુત કરે છે જ્યારે ખુદ મા પરમાત્મા નો સ્વાદ જાગે છે ત્યારે આપણા કરેલ દરેક કાર્ય આપણી તમામ 'જવાબદારી' પુર્ણ કરી દે છે.કુષ્ણ પણ દરેક કાર્ય જવાબદારી ના ભાવે નહીં પણ સમાજ નુ ભલું થાય એ રીતે નિભાવ્યા હતાં.મા-બાપ,ભાઈબંધુ,પ્રીયતમા બધુ જ એમને પણ હતુ પણ સહજ ભાવે જેને જેમનો જરૂર છે એટલું જ એમને આપ્યું અને જે બધાને જે ભાવો ની તુપ્તી ના થૈ એ એમની લાલશા હતી કુષ્ણ ની ખામી નહીં.