એક માણસ ને ધંધા માં બહુ ખોટ ગઈ એ મરવા નું વિચારી રેલવે ના બાકડા પર બેઠો તો ત્યાં એક સજજન આવ્યા એની જોડે બેસી ને વાત કરી અને કોરો સહી વાળો એક ચેક આપ્યો પેલા માણસે એ ચેક લઈ તિજોરી માં મૂકી દીધો એને વિચાર્યુ કે મને નઈ ઓળખતા ને મારા પર વિશ્વાસ છે તો હું પેલા ખૂબ મહેનત કરીશ અને જરૂર પડે તો જ ચેક વાપરીશ મહેનત એમની ધંધો ફરી ચાલવા લાગ્યો હવે એમને લાગ્યું આ ચેક મારે પાછો આપી દેવો જોઈએ એટલે ફરી એ બાકડા પર એમની રાહ જોતા તા એ સજજન આવ્યા પણ ખરા એ વાતચીત કરે ત્યાં તો બે માણસ આવી એને પકડવા લાગ્યા પેલા ભાઈએ કારણ પૂછ્યું તો કહે અરે આ પાગલ છે ભાગી જાય છે બધાને ચેક આપે છે ઉત્સાહ અંદર છે પણ ક્યારેક એ દેવતા પર ની રાખ ને કોઈ ની ફૂક ફરી જલાવી દે છે
#ઉaત્સાહી