ઉત્સાહી ને અહીં રોકનાર ઘણા છે.
પ્રગતિમહી અહીં રોકનાર ઘણા છે.
ઉત્સાહ તો અંતર થી વહેતું ઝરણું,
મોટીવેશન નામે અહીં ધંધા ઘણા છે.
પહાડ, દરિયા કે તૂફાનથી ના થંભે એ
હિંમતવાન ઉત્સાહી અહીં ઘણા છે.
પ્રેમમાં તો ધીરજ ની પરીક્ષા અનેરી છે,
ઉત્સાહી થઈ રડનારા અહીં ઘણા છે.
જાળવીને પગલા ભરવા જરૂરી અનિલ.
પડ્યો તો તાળી અહીં પાડનાર ઘણા છે.
#ઉત્સાહી