રોજ ઘણું લખું છું, છતાંય ઘણું લખવાનું ભૂલું છું
અહેસાસની આ ઝીંદગી માં ક્યાંક અનેક ગલીઓ ભૂલું છું,
યાદોના પુષ્પો, તો હજી પણ ઘણા તાજા છે,
વેણી ગૂંથવા બેસુ અને કેફિયતની કળીઓ ભૂલું છું,
અહમ ની સાથે તો હું પણ જીવું છું,
પણ જો હોય પાત્ર સમજદાર તો હું પણ નમૂ છું,
આ હજારો ની ભીડ માં હું ક્યાંક ડગુ છું
'ને લુંટાયેલા પતંગ સમ ફરી આકાશે ચગુ છું.
નથી હું જાણતો આ શબ્દો ની તાકાત,
તો પણ હું શબ્દો થકી રમત રમુ છું,
'કલ્પ' 'ધવલ' સા જીવનપટ પર,
હું રોજ લખું છું, ને રોજ ભૂલું છું.
ધવલ પરમાર (બારોટ)