Quotes by Dhaval parmar in Bitesapp read free

Dhaval parmar

Dhaval parmar

@dhavalparmar203258


રોજ ઘણું લખું છું, છતાંય ઘણું લખવાનું ભૂલું છું
અહેસાસની આ ઝીંદગી માં ક્યાંક અનેક ગલીઓ ભૂલું છું,
યાદોના પુષ્પો, તો હજી પણ ઘણા તાજા છે,
વેણી ગૂંથવા બેસુ અને કેફિયતની કળીઓ ભૂલું છું,
અહમ ની સાથે તો હું પણ જીવું છું,
પણ જો હોય પાત્ર સમજદાર તો હું પણ નમૂ છું,
આ હજારો ની ભીડ માં હું ક્યાંક ડગુ છું
'ને લુંટાયેલા પતંગ સમ ફરી આકાશે ચગુ છું.
નથી હું જાણતો આ શબ્દો ની તાકાત,
તો પણ હું શબ્દો થકી રમત રમુ છું,
'કલ્પ' 'ધવલ' સા જીવનપટ પર,
હું રોજ લખું છું, ને રોજ ભૂલું છું.


ધવલ પરમાર (બારોટ)

Read More

શાંત જરુખે હું સ્વપ્નના વિચારમાં ડૂબ્યો,
એજ વિચાર માં હું પુષ્પ ની જેમ ખીલ્યો,
વધુ વિચારતા હું ડાળની જેમ તૂટ્યો,
આંખ ખોલી આકાશમાં જોયુ તો તારો તૂટયો,
મારી લાગણી વરસાવવા એક શબ્દ ખૂટ્યો,
અને મહેસૂસ કર્યું તો કોઈક નો સાથ છૂટ્યો,
બસ આમ મારી જાત થી મારો દેહ રૂઠ્યો!!!


ધવલ પરમાર

Read More

જમાનાની આડમાં સૌ રંગીન છે,
પારકાને પોતાના બનાવી સૌ સંગીન છે,
ખોટું બોલી, સાચું લગાડી સૌ વંચિત છે
બધી ખબર હોવા છતાં સૌ એક બીજામાં વ્યતીત છે
પણ કોઈક નો સાથ કોઇક માટે મંજિલ છે,
સાચું કહું તો કોઈ પૂર્વ તો કોઈ પશ્ચિમ છે,
પણ જો મળે સાચો સાથ તો જિંદગી સંગીત છે,
જો વિચારીએ, તો આ વાત ગંભીર છે,
પણ જમાનાની આડ માં સૌ રંગીન છે




ધવલ પરમાર

Read More

લોહી નો સીધો સંબંધ નથી અટલ...
તોયે...આંચકો લાગ્યો...આજે અટલ..
રાજધર્મ નિભાવી મંત્ર આપ્યો અટલ ..
નિઃશબ્દ !! એ કવિતા ..આજે અટલ...

ओम शान्ति

Read More

હવે તને પામવી મુશ્કેલ એય હમસફર
હું છું તૂટેલો કાચ ,જાણે લગરવગર!!

તું જાણે હવામાં ઉડતું પતંગિયું ,
ને હું છું તડકામાં બળતો બાવળ

તું છે સાગર અને હું છું નદી નો રેત
નથી ખબર છોડી તને જશે ક્યાં મારો દેહ !!

* ધવલ પરમાર *

Read More

ચહેરા થી ઓળખ થાય ,
ચહેરા થી પરખ ન થાય કાંઈ

* ધવલ પરમાર *

જાતિવાદ થી ઝઝુમતા દેશને આજે ખાલી આ એક જ સવાલ છે દેશ તો આઝાદ થઈ ગયો પણ શું લોકો આઝાદ થયા છે ?

આમ તો બીજા દેશોથી આપડે કંઈ વધારે આગળ નથી જ(અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ ,અને હા ચાઈના વગેરે જોડે તો સરખામણી કરવી જ નઈ) જો આવું ને આવું ચાલતું રહ્યું તો આપડી પેઢી પણ ગુલામ જ થશે , લાગે છે ફરીથી દેશ જાતિવાદ ના લીધે ગુલામ થશે

ભારતના એક આમ નાગરિકના મનમાં વારંવાર આવતો વિચાર .........

( કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય આપવો, જો તમને પણ મારી જેમ આવો વિચાર આવતો હોય તો.. )

( ધવલ પરમાર )

Read More

ઘણીવાર જિંદગીમાં એવા દીવા પણ દઝાડતા હોય છે,

જેને આપણે જ પવનથી ઓલવાતા બચાવ્યા હોય છે

* ધવલ પરમાર *

હું એકલો ત્યારે થયો , જયારે મેં મારા પોતાનાઓને છોડવાની સલાહ પારકાઓ જોડે માંગી !!!

* ધવલ પરમાર *