*મોરલી વહાલી કે રાધા ?*
અર્જુન પૂછી બેઠો કૃષ્ણને, વધુ વહાલું શું છે તમને, મોરલી કે રાધા ?
જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા.
મોરલી મારો રાગ છે, ને રાધા મારો સાદ છે.
મોરલી મારો સુર છે, ને રાધા મારૂં રૂપ છે.
મોરલી તો મારી સાથી છે, ને રાધા મારી રાની છે.
છાયો છે મોરલી, ને પડછાયો છે રાધા.
મોરલી મારો હક છે, તો રાધા મારો અધિકાર છે.
જેમ મોરલી વિનાનો કૃષ્ણ અધુરો,
તેમ રાધા વિનાનો શ્યામ અધુરો.
એટલે..... મોરલી કરતા મને રાધા વધારે વહાલી છે.
કારણ કે મોરલી હું છું, એટલે તેને તરછોડીશ, તો દુ:ખ મને જ થશે,
પરંતુ રાધા મારો પ્રેમ છે, એટલે તેને તરછોડીશ, તો દુનિયા આખી ને દુ:ખ લાગશે.
તેથી ગોકુળ મુક્યા પછી મેં મોરલી નથી વગાડી, કારણ કે પછી મને રાધા ક્યાંય મળી નથી.
💖🙏💖 *રાધેક્રિશ્ન* 💖🙏💖