જુવાન એટલે?
જુવાની ને શું
ઉંમર થીજ મપાય?
મેં ઘણા
એવા જુવાન જોયા!
જેમનો વન પ્રવેશ થઈ ચૂકયો,
ને કોઈ સિનિયર સીટીઝન
ની લક્ષ્મણ રેખા પાર
કરવાની નજીક છે,
છતાં
પોતાના સંતાનો ના
સપનાને પૂરા કરવા
સતત
પ્રવૃતિમય છે.
તે ખરા જુવાન છે!
આજુબાજુ,દૂર
નજીક એવા
જુવાન દેખાય તો,
તો નમસ્તે કરજો.
#જુવાન