મારું સપનું સુકાયુ વરસાદ પછીના તાપમાં
પરદેશમાં પિયુ જોડે વાત થઈ છેલ્લે ફોનમાં
લદ્દાખની કાતિલ ઠંડી હશે બોર્ડર પર ફરજમાં
સુરવીર સૈનિક દેશનો, જજુમ્યો માથે કફનમાં
અગનગોળા વર્સ્યા, ગોળીઓ ઝીલી છાતીમાં
ભારતનો ભડવીર જુવાન ખપે ત્રિરંગાની શાનમાં
શૂરવીર જુવાન દેશનો વ્હાલી ભોમ ભારતમાં
એ સપૂત છે ભારતનો, શહીદ થયો છે જંગમાં
પાર્થિવ દેહે ફૂલો ધાર્યા સપનાને દીધો અગ્નિદાહ
સાથે જીવવાના ઓરતા સુકાયા ભીના રૂમાલમાં
#જુવાન