પુછુ છું મારા મન ને ......
પુછુ છું મારા મન ને રોજ કંઇ ને કંઇ
જવાબ મળવા કરતાં બીજા સવાલો સર્જાય જાય છે
યાદો ને વાગોળતા જ જૂની વાતો થી
દિલ ભરાઇ ને આંખો છલકાય છે.
ગોતવા જતા ખુશી યો
દુ:ખો અપાર મળી જાય છે
પુછુ છું મારા મન ને રોજ કંઇ ને કંઇ
જવાબ મળવા કરતાં બીજા સવાલો સર્જાય જાય છે.
બુદ્ધિજીવી દુનિયા માં મિત્રો કરતા
દુશ્મન વધારે મળી જાય છે.
દિલો ને જોડવા જતાં
કેટલાક દિલ તૂટી જાય છે.
ભેટવા જતા સુખ ને
દુ:ખ દોડતું આવી ગળે મળી જાય છે.
પુછુ છું મારા મન ને રોજ કંઇ ને કંઇ
જવાબ મળવા કરતાં બીજા સવાલો સર્જાય જાય છે.
હર્દય સ્પર્શી.
હર્ષિલ પટેલ