અકળને રહસ્યમય, મનગતિ જ્વલિત ઝડપમય
પળપળ નવ વિચારમય, જન્મે વિધરૂપે પ્રગટમય
મૂળભૂત જરૂરિયાત ને જાતીયવૃત્તિ પ્રવર્તક થઈ
ઇન્દ્રિયમય બંધને છે મનેખ, વર્તે ઈચ્છનુવર્તી થઈ
ધનસંપત્તિમાં વૃદ્ધિ , આહંકારમાં તબદીલ થઈ
ઈચ્છનુવર્તી, માટલાનું પાણી મિનરલ વોટર થઈ
પ્રાથમિક જરૂરિયાતો ગરીબોની કદી ના પૂરી થઈ
ઈચ્છાઓ કરોડોપતિની પણ હમેંશા અધૂરી રહી
મન મર્કટ જેવું ચંચળ, દુરિત ઈચ્છનુવર્ત થઈ
અર્ધનગ્ન કપડે અશ્લીલ ક્લિપ ફેશનેબલ થઈ
#ઈચ્છાનુવર્તી