. *ઓનલાઇન*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
આકાશે ઈશ્વર બેઠા, છતાં દુનિયા શેતાની કરે,
ઓનલાઇન કર્મો જોવાઈ, છતાં બદમાશી એ કરે.
કર્મોના હિસાબ પછી હિસાબ, ઈશ્વર કરે,
ઓનલાઇન રહીને, ખાતા સહુના ભરે.
ચતુરાઈ ત્યાં ચાલી પણ ના જાય,
રિશ્વતથી કામ ચલાવાય ના જાય,
મુરખનો સરદાર થઈ, ભગવાન સાથે લડત કરે,
કેવી ઈશ્વરની વાત, ઓફલાઈન લાકડીનો અવાજ કરે.
ગરીબોની હાય લઈને ફરતો એકલો એ માણસ,
ઓનલાઇન ભગવાનના કેમેરે અટવાયો.
ભક્તોની સહાયે, ઓનલાઇન નિમિત્ત ગોઠવે,
ખબર ના રહે, એવિતો ઈશ્વર પણ રમત કરે.
બુદ્ધિ આપી જેણે, એમને સામે બુદ્ધિ બતાવે,
માણસ ક્યાં જાણે ?
આજનો ઈશ્વર પણ ઓનલાઇન કામ કરે.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD