કોઈ સાંજ એવી પણ ઉગે છે જ્યાં...
આંખોમાં સમુદ્રની ભીનાશ હોય છે...
અવાજમાં સાગરનો ઘૂઘવાટ હોય છે...
હૈયામાં જાણે કાળમીંઢ પથ્થર પર અફળાતા મોજાં જેવો નિઃશ્વાસ હોય છે...
યાદોના ફીણ ઉભરાઈ ઉભરાઈને બેસી જાય છે...
ડૂબી જવાની આશંકા અને તરી જવાની ઉમ્મીદ વચ્ચે ગોથાં ખાતી નાવ જેવો સંબંધ બિહામણો ડારામણો,વિકરાળ લાગે છે...
આશા હોય છે કે 'એ' આવે ને આ ડુબતી નાવને ઉગારે...
અનેક આશંકાઓ વચ્ચે આથમી રહેલી સાંજનો ઉન્માદ બનીને આવીજા...
લાગણીઓને ભીંજવવા વરસાદ બનીને આવીજા...
હ્ર્દયમાં ગુંજતા રહેતા પ્રણયનો નાદ બનીને આવી જા...