ગુર્જર લડવૈયા
લડવાનું છે ,
જીતવાનું છે ,
આ દુશ્મન ને પછાડવાનો છે !!
લડવાનું છે ,
જીતવાનું છે ,
આ દુશ્મન ને પછાડવાનો છે !!
નથી આ કોઈ ધર્મક્ષેત્ર, ના છે આ કોઈ કુરુક્ષેત્ર .
પણ છે આ કોરોના ચક્રવ્યૂહ .
ભલેના હોય કોઈ અર્જુન - અભિમન્યુ ......
પણ યોદ્ધા આ બી કાંઈ કમ નથી !!
આ દુશ્મનને જોઈ નથી શકતા,
ક્યારે , કોના પર વાર કરે એ જાણી નથી શકતા ?
અને ના છે કોઈ આનો તોડ !
પણ હારી ને નહી બેસ્યે,
થાકી ને નહી બેસ્યે,
છે એવો અમારો જોશ !!
હરાવી ને રહીશું ,
જીતાવી ને રહીશું
આઝાદ કરાવી ને રહીશું
આવા જ યોદ્ધાનો સાથ છે
અને એમા જ આપણી જીત બી.
જે જીવન તેમનું જોખમમાં નાંખે , એવા યોદ્ધાનો સાથ છે.
એવા અમારા યોદ્ધા - હેલ્થ કેર વર્કરસ, ડોકટરસ , 🧑⚕️👩⚕️👨⚕️નર્સ, તથા અન્ય સ્ટાફ, પોલીસ 👮🏻♀️ એન એવા દરેક જણને ....
છે અમારો સલામ .
ફરીથી ખીલશે આપણું ગુજરાત,
ફરીથી જુમશે આપણું ગુજરાત.
જય જય ગરવી ગુજરાત.
Poetry by • Jill शाह •