Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરસ્પર સ્નેહ, હૂંફને સહકારથી દીપે છે દામ્પત્ય.
ઔદાર્યપૂર્ણ સદાય વ્યવહારથી દીપે છે દામ્પત્ય.

" ખમી જા" ને " "નમી જા" એ સૂત્રો સુખી જીવનનાં,
એકમેકને સમજવાના વિચારથી દીપે છે દામ્પત્ય.

' આગપાણી' ના અનુસરણે જીવાય છે જિંદગીને,
પ્રેમસભરના પ્રતિદિન ઉચ્ચારથી દીપે છે દામ્પત્ય.

કંકાશ, કલેશને મતભેદ મિટાવવા અત્યંત જરુરી,
પ્રસંગોચિત અપાતા ઉપહારથી દીપે છે દામ્પત્ય.

ઊભયનું સંકલન સમયાંતરે થવું અનિવાર્ય ગણાય,
આપસમાં લાગણીના ઊભારથી દીપે છે દામ્પત્ય.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.


#હૂંફ

Gujarati Poem by Chaitanya Joshi : 111485880
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now