ઉત્સાહી મન જોશથી ભરપૂર,
ઉત્સાહી તન જોમથી ભરપૂર,
જોશ અને જોમ થી જ થાય છે,
ઉદય સાહસવૃત્તિ નો;
હર ઉત્સાહી એ જાણે છે.
ઉત્સાહ આણતો આનંદ ભરપૂર,
ઉત્સાહ થી ઊગતું આશા- કિરણ,
આનંદ ભર્યું આ જ આશા- કિરણ,
પથ-દર્શક થઈ ને આવે છે;
હર ઉત્સાહી એ જાણે છે.
ઉત્સાહ સોનેરી સ્વપ્ન રાચતો,
સ્વપ્ન એ જ સાકાર કરતો ને,
નિત્ય નવા સંશોધન કરતો,
યોગ- વિજ્ઞાન થી જ સૃષ્ટિ સંભવ;
હર ઉત્સાહી એ જાણે છે.
#ઉત્સાહી