જીવન અને આપણી વચ્ચે વિરોધાભાસ કેવો?
એ કોશિશ કરે હતોત્સાહિત કરવાની અને આપણે ઉત્સાહી વ્યક્તિત્વ,
ખરેખર તો ખરાબ સંજોગ કે પરિસ્થિતિ સામે લડતી વખતે મન થાય જિંદગીને સામી છાતીએ લલકારવાનુ,
કે જોઈ લે તું અમારો ઉત્સાહ તારા પ્રત્યેનો,
તે આપેલા દરેક જખમને હજુ રૂઝવવાનો પ્રયાસ કરીએ છીએ,
તે અઢળક વાર સર્જન કર્યું એવા પરિબળોનું કે થઈએ અમે હતાશ,
પણ અમે તેની સામે લડીને પણ ઉત્સાહી બનતા શીખી લીધું!
#ઉત્સાહી