વરસાદ ની બુંદો નું સંગીત ગુંજે છે જેના કાનોમાં
એના માટે જ છે........આ મૌસમ...
બાકી ....પાણી નું વરસવું.
એ માત્ર ચોમાસુ...!!!
એ માટી ની મહેક ઉતારે જે શ્વાસમાં
એના માટે જ છે....આ મૌસમ
બાકી કીચડ ને કાદવ.
એ માત્ર ચોમાસુ....!
વરસાદ ની સાથે જ બાળપણ યાદ આવે
એના માટે જ છે ...આ મૌસમ
બાકી ખાબોચિયા ને ખાડા
એ માત્ર ચોમાસુ...!!
અલ્હાદક પ્રકૃતિ સૌંદર્યને માણવા આતુર છે જે
એના માટે જ છે....આ મૌસમ
બાકી ગંદકી ને ગોજવાડ
એ માત્ર ચોમાસું....,!!
"બારીશ" ને ગમે આ મસ્ત મસ્ત મૌસમ
બાકી બીજા માટે માત્ર ચોમાસુ...!!