નાના બાળક ને હસતું જોવું બધાને ગમે છે.કેમ કે એમાં દંભ નથી નિખાલસતા છે.પૈસા, પરિવાર અને હોદા ની ચિંતા કર્યા વગર પોતાનમાં જ ખુશ રહે છે.
નાનપણ માં બાળક ને ખુશ રહેવા માટે મોટા સાધનો ની નહીં પણ અંદર રહેલી રમવાની ઈચ્છા ની જરૂર હોય છે. એટલે જ મોટા લોકો સમજણ પામ્યા પછી જે નથી એની માટે દુઃખી થાય છે. બાળક જે છે એમાં રમી ને સુખી થાય છે.