કંઇક તો ખામી રહી હશે ભણતરમાં નહિતર.....!
આર્યભટ્ટના દેશમાં બાળકો ગણિતમાં નાપાસ થાય નહીં
અને કાલિદાસને ભૂલી જઇ શેક્સપિયર ભજવાય નહીં
કંઇક તો ખામી રહી હશે ભણતરમાં નહિતર....!
દેશનો દિકરો માતૃભાષા બોલવામાં થોથરાય નહીં
અને વસુધૈવ કુટુંબકમ્ ને બદલે માબાપ વૃદ્ધાશ્રમ જાય નહીં .