શુદ્ધ છે બધું મફત અને ભેળસેળીયું ખર્ચાળ છે...
અહીં હાંસી ઉડે છે હઠોની અને પ્રયત્નો પર પસ્તાળ છે...
ઈચ્છાઓ અનંત છે બધું પામ્યાં પછી ય કંગાળ છે...
હારે છે આમ જિંદગી થી તો ય જીજીવિષાનો જુવાળ છે...
કોણ છે તારાં કર્મચારી અને કેવાં તારાં કબાટ છે...
ઓસડ છે પ્રત્યેક અરજીનું તારી પાસે...
એવો તે કેવો તારો દરબાર વિશાળ છે...
#વિશાળ