Gujarati Quote in Thought by THE KAVI SHAH

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કરે મેહનત રાત દિવસ
રાખે સંભાળ પરિવારની
ખમતું એમનું શરીર ખભે લઈ જવાબદારી
ના કહે કોઈને જો પડે કોઈ અગવડો
છટક ના બારી એમની કોઈ
સમય સંજોગ જોઈ
એ પપ્પા આપડા
કરે પૂરી બધી જીદ આપણી


જે નાનપણથી શીખતા આવ્યા
આસુ ને એમના છુપાવતા આવ્યા
રાખી હદયને કઠણ
ઘટ ઘટ દર્દો ને પીતા આવ્યા
સમાજ અને પરિવાર ની વચ્ચે લાગણીઓને એમની વહેંચતા આવ્યા
પોતાના સપના ને ભૂલી
એ પપ્પા આપડા સપનાને જીવતા આવ્યા

જો માં ૯ મહિના આપને એમના ખોળા મા રાખે છે ત્યારે એ પપ્પા આપડા
આવનારા ૧૯ વર્ષ ના ભવિષ્ય ની તૈયારીઓ કરતાં હોય છે

જે મા આપને આખો દિવસ સારસંભાળ રાખે છે ત્યારે આપડા પપ્પા આપડી સુખ સુવિધા માટે આખો દિવસ મેહનત કરે છે

જે મા આખું ઘર સંભાળી છે એ જ ઘરનો પાયો મજબૂત કરવા એ પપ્પા આપડા ગરમી,ઠંડી અને વરસાદ જોયા વગર દોટ મૂકે છે...

પપ્પા એટલે ચાલતી ફરતી વિચારોની ગાડી
પપ્પા એટલે વગર બોલે લાગણી વ્યક્ત કરતી બારી
પપ્પા એટલે એકલતામાં બિલાડી
અને જગ સામે સિંહની રાજગાદી
પપ્પા એટલે કતપૂટલી ની કહાની
દુનિયાની સામે અલગ અને ઘરમાં પરીવારનો મોભ
પપ્પા એટલે દુનિયાની સૌથી અમીર ભેટ જેની સામે માંગ્યા વગર બધું જ મળી જાય

- કવિ શાહ✍️

Gujarati Thought by THE KAVI SHAH : 111481715
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now