અત્યંત પ્રકાશથી અંજાઈ રહી છે આંખો.
સહેવાય નહીં હવે પ્રકાશના આ કિરણો.
દિવ્યદ્રષ્ટિ વિના અત્યંત ઉજાસ છે વર્જ્ય
સર્વને કંઈ દેખાય નહીં પ્રકૃતિના હર કણો!
કણ કણ ને પામવાનું રસાયણ છે જ્ઞાનયોગ.
જ્ઞાનયોગથી પામી દિવ્યદ્રષ્ટિ, કૃષ્ણને ભણો.
અત્યંત કઠિન છે, યોગી થવાનો આ માર્ગ.
કહે 'પ્રીત', શ્રદ્ધા થકી બને આ માર્ગ આપણો.
#અત્યંત