પિતાનું મહત્વ શબ્દોમાં વર્ણવવું જ મુશ્કેલ છે,
એને ઈશ્વરનું બીજુ સ્વરૂપ કહેવું એ જ ઉકેલ છે.
હશે કોઈ કોઈને પિતા માટે એક દિવસ ઉજવવાનો,
બાકી દિવસે પિતાને છોડે એ મગજથી ચસકેલ છે.
જીંદગી જીવવા શ્વાસ લેવા દુનિયા બતાવી સાથે રહી,
કહ્યું નહીં ક્યારેય તમારી જીદથી પોતે કેટલા થાકેલ છે.
મારો દિકરો મારો દિકરો કહી કહી ને ચડાવ્યો ખભે માથે,
એને પણ જરૂર છે સ્નેહની, સ્નેહ એનો સદા પાકેલ છે.
સંસ્કૃતિ છે બીજા દેશની આ, પિતા માટે ઉજવે એક દિવસ,
ભારત ભૂમિ માત સમાન કહે, તેજલ પિતા એમાં જ ટકેલ છે.
- તેજલ વઘાસીયા (ઉમરાળી, જૂનાગઢ)
21/06/2020 રવિવાર