ઉન્નતિ પ્રગતિ ને ઉચ્ચ સ્થાને પહોંચાડે છે.
ઉન્નતિ માં નિ:સ્વાર્થ વિકાસ છે. તેમાં એકતા ની ભાવના છે.
ઉન્નત સમાજ સંપૂર્ણ દેશને પ્રત્યેક તબક્કે ઊંચો ઉઠાવે છે.
ઉન્નત મન સદૈવ પરિપૂર્ણતા લાવે છે.
ઉન્નત શિર સ્વાભિમાન નું, નિડરતા નું અને એક લક્ષિતા નું પ્રતિક છે.
'સ્વ'ની ઉન્નતિ પરમ ખોજની કેડી રુપ બંને છે; આધ્યાત્મ નો દ્વાર ખોલી પરમાત્મા ભણી દોરી જાય છે.
#ઉન્નતિ