"શબ્દ"
વિચારો અને મનોમંથન ની જ્યાં જરૂર હતી,
ત્યાં વાક્ શબ્દો નો ધડાધડ મારો થયો.
વાસ્તવિકતા ની અનુભૂતિ થઈ છતાં પણ,
બધા શબ્દો એ નિ:શબ્દ થવા નો વારો આવ્યો.
વાક્ય તો બસ હજી પૂર્ણતા ના આરે હતું,
ને અલ્પવિરામ, એ આખો ફકરો તોડી ગયું.
હતા તો બધા એ ધારદાર શબ્દો; પણ આ,
કાતિલ મૌન એક ક્ષણ માં ઊંડો ઘાવ કરી ગયું.
લે. નિરવ લહેરુ (ગર્ભિત)