નવ ઉન્નતી શિખરે ચઢી, હ્રુદય કુંજ કુંજ થાય
ધન્ય છું અસત્યથી સત્ય તરફ સ્વં લઈ જાય
પ્રભુ જગતમાં વસે સર્વે, સર્વસ્વ જોવું તને
પ્રકૃતિમાં પ્રકૃત થઈ જીવમાં જીવાત્મા નિરખું
સૂર્ય માં તેજ અને શશી મંડળમાં નયનરમ્ય
અદ્ભુત માં અદ્ભુત તારું તેજ બઘે નિરખું
પહાડોની ગુફાઓમાં તું ઊંડું અવકાશ ભરતો
અમૃત થઈ પાણીનું ઝરણું વહે સનાતન નિરખું
આદિ પુરાણોમાં સત્ય પુરુષ પુરાણ રૂપે તું
સકળ ધર્મમાં એક નિરંકાર રૂપ તારું નિરખું
વસે બ્રહ્માંડમાં, ત્રણે લોકમાં છે વાસ તારો
હું નમન કરું તુજને બધે તારું નમન નિરખું
#ઉન્નતિ