શાન તિરંગા ની જરૂરી છે.
__________________
આપણો એક પણ અન્ન નો દાણો, દુશ્મનના પેટ માં જાય તે મંજૂર નથી.
ભલે સામાન મોંઘો પડે,પણ આપણો જ સ્વીકાર છે.
લાઈટ,રમકડાં,મોબાઈલ,એપ ની હવે જરૂર નથી,
આપણા હૃદયમાં પણ સરગતી રહે મશાલો એની ખૂબ જરૂર છે.
સરહદો પર છે સૈનિકો, ત્યાં આપણી જરૂર નથી,
દોસ્તી હરેક વેપારી નો ધર્મ છે,પણ હ્રુદય ભામાશા નું જરૂરી છે.
તમારી હાકલ થી સરહદો ગાજશે,દુશ્મન થી ડરવા ની જરૂર નથી,
આપણો વિશ્વાસ જ તેમનો શ્વાસ છે,
શાન તિરંગા ની જરૂરી છે.