છત્રી ...
કેટલી શોધી?વરસાદ માટે નહિ પણ થયું કે તાપ થી બચાવશે !વરસાદ તો ભીંજાવાની ઋતુ ...! રમેશ પારેખ યાદ આવે..
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
તાપ આકરો લાગે..માથું તપાવી દે,લૂ લાગે તો ચકરાવી દે,છાંયડો શોધવા વૃક્ષ શોધવા પડે..?આવી પરિસ્થિતિ થાય
કેમ..,? અરે આપણે પાછા પર્યાવરણ ના સંદેશા કેટકેટલા વાંચીએ...છીએ.તેથી તમારૂ માથું નહિ ખાઉ..!
છત્રી નાની મોટી ઘરમાં તો હોવી જોઈએ ને?પણ ઘર ખાલી કરતા કરતા દાને ચઢેલા હાથે બીચારી છત્રી..દાનમાં જ અપાય ગઈ લાગે છે.પણ અરે એક છત્રી હાથે લાગી જેમ ખોવાયેલું છત્ર મળી ગયું એટલો આનંદ થયો.આ છત્રી એ કોનું પ્રતિક બની સકે?
રાજકપુર ને નરગિસ છત્રી નીચે સરસ ગીત લલકારેલું બની ગઈ હતી.પછી તો બે પ્રેમી છત્રી વિના દેખાતા જ નહિ..તો શું પ્યાર નું પ્રતિક બની ગઈ ?
છત્રી લઈ બહાર નીકળતા કેટ કેટલા પ્રકાર ના લોકો જોવા મળે..યાદ છે કનૈયાલાલ ખમીશના કોલર પર પાછળ લટકાવેલી છત્રી..તેવીજ રીતે બગલમાં નાંખીને ચાલતા વ્યક્તિને જોયા છે..પાછળ વાળા ને તો અંતર રાખી ચાલવું પડે.નહિતો આંખ ,નાક ને છાતી વિંધાય જાય.હા જ્યારે ડાંડો કે તેનું હેન્ડલ હાથમાં લઈ એટલે કે કોણીથી વાળી પકડીને ચાલતા તે કેવી એની ટોંચ ઘૂંટણિયે અથડાય..ચાલવા કરતા પડવાનો ડર લાગે..દાદાજીના ડંગોરાની જેમ પકડી ચાલીએ તો સહારો જરૂર બની જાય પણ વરસાદ પડેને એને ઉપર તરફ લઈ ખોલવા જતા જો નાકામિયાબી મળી તો...ઉપરથી નીચે સુધી ભીના...જ ભીના.
તો છત્રી ક્યારેક જાણી જોઈ બસ,બગીચા કે મંદિર ,બેન્ક માં જ ભૂલી જવાની પણ મજા ઓર હોય છે..!
પહેલાના જમાનામાં લલનાઓ(વિદેશી/યુરોપિયન લલનાઓ )રહેવું ભારતમાં ને તડકો સહન ન થાય તે મોટી ઝાલરવાળી આધુનિક છત્રી લઈ ફરતી..લાકડાની કપડાંની ..એ પછી વિદેશીઓને અનુકરણ કરી રાજા મહારાજા,રાણીઓ કે મોટા ઘરની સ્ત્રીઓ છત્રીનો ઉપયોગ કરવા લાગી.સાચું કહુ તો લલનાઓમાં હાથમાં તે એવી તો શોભે છે ને કે છત્રીથી ચાલ જ બદલાય જાય.
છત્રી કાગડો બની જાય તો??હસી હસીને પેટ દુખી જાય..!જેની ઉડી જાય તેનું મોઢું કે ચહેરાના ભાવ જોવા જેવા હોય.! ન દોડી સકે ન પકડી સકે...!
દેશી બજારમાં વિદેશી છત્રી માંગતી યુવતીઓ ને જોઉં તો યાદ આવે મને માથે કોથળો નાંખી કામ કરતી ખેડૂત સ્ત્રીઓ. વાંસની ટોપલીઓ માથે નાંખી કામ કરતા પુરૂષો.
An umbrella is useful things...! હા છત્રી ઉપયોગી ચીજ છે...ભાઈ!શોધી કાઢો ...બીચારી ઘર ના ખૂણામાં ક્યાંક તો પડી હશે...જ.
જયશ્રી.પટેલ
૧૫/૬/૧૯(લેખ)