રાખી તે પ્રીતિ જે આપી મુજને આ સંસારમાં
સમજ્યો ઘણો હુ પાછળ રહી ન નસીબ તારા ચરણમાં
જાણી મુજમાં રહી ઇષ્યા ઘણી નારદની વાટે હો
મુકી ઇષ્યા દેહ તણી જેમ નારદ મુનિ મુકે તુબરુ આગળ મસ્તક ધરી હો
પ્રસન્ન થયા ગિરધારી આપ જોઇ નારદની ભક્તિ હો
કહો પ્રભુ શુ અવિચળ ઘટે મુજમાં ન જુએ મુજ સામું હો....
ન જુએ મુજ સામું હો....