Gujarati Quote in Poem by Visu

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

... ચાલ ઉડી જઈએ....
આ તારું ને આ મારું ચાલ બધું છોડી દઈએ
પંખી બનીને રહીયે. . ચાલ ઉડી જઈએ.....

સપ્તરંગી મેઘધનુષ ને ચાલ ને પૂછી લઈએ
ક્યાંથી લાવ્યા રંગ તમે આ આપણે જાણી લઈએ
પંખી બનીને રહીએ ચાલ ને ઉડી જઈએ...

વનમાં ખીલેલી વનરાજીને ચાલ ને પૂછી લઈ એ
ક્યાંથી લાવ્યા છો રંગ લીલો આ આપણે જાણી લઈ
પંખી બનીને રહીએ ચાલ ને ઉડી જઈએ...

નિશાળે ભણતા નાના ભૂલકાંને ચાલ ને પૂછી લઈએ
ક્યાંથી લાવ્યા છો વિદ્યા તમે આ એવું જાણી લઈએ
પંખી બનીને રહીએ ચાલ ને ઉડી જઈએ...

વાદળથી વરસતા ઝરમર મેહુલા ને ચાલ ને પૂછી લઈ
ક્યાંથી લાવ્યા છો પાણી તમે આ એવું જાણી લઈએ
પંખી બનીને રહીએ ચાલ ને ઉડી જઈએ...

v.v.mevada ( visu)
smart village vavdi

Gujarati Poem by Visu : 111479056
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now