Quotes by Visu in Bitesapp read free

Visu

Visu

@visu6125


કોઈને બેવફા કહીને બદનામ ના કરતા સાહેબ
શું ખબર તમારી કહાની આટલી જ હશે...
visu...

કોઈના હસતા ચહેરા માં કદી દુઃખ ના લાવતા
કોઈ સારું ના લાગે તો કોઈને ખરાબ ન ગણતા
સમય સાથે ચાલ્યા કરજો મંઝિલ મળી જશે
નાવિક થઈને રોજ કિનારો શોધ્યા કરજો

મળી જાય કોઈ ગમતું તો સંગાથ ના કરતા
રોજ લોકો મેકઅપથી શહેરા ફેરવી નાખે છે
તમે રોજ ચાલ્યા કરજો મુસાફર બનીને
આ દિવાનગી તમારી પાછળ ચાલી આવશે

visu mevada..

Read More

યાદોના વિરહમાં એવો તે રડ્યો છુ
આંખોની રોશની ખોઈ ને બેઠો છું
હજી સંભળાય છે તારી ઝાંઝરના અવાજ
એ અવાજ ની સાથે જિંદગી વિતાવું છું

ખબર ક્યાં હતી અમને કે અમારા દગો દે છે
ખુશહાલ જિંદગી માં આંસુ લાવી દે છે
મરી ગયા પછી પણ ક્યાં સુવા દે છે લોક
ભીત પર ફોટા માં બેસાડી દે છે

Read More

જય બજરંગી દાદા પ્રભુ જય બજરંગી દાદા
ધોળીયા ઓટા વાળા. ધોળીયા ઓટા વાળા
જય બજરંગી દાદા. પ્રભુ જય બજરંગી દાદા

ગામ ઓદરકા ધામ. સૌને બહુ વહાલું.
ધોળીયા ઓટે બિરાજ. ધોળીયા ઓટે બિરાજે
હનુમાનજી દાદા...... પ્રભુ જય બજરંગી દાદા

જે કોઈ શરણે આવે આશા પૂરી કરે. 2‌, પ્રભુ
દુખડા સૌના હરતાં. દુખડા સૌના હરતા
ધોળીયા ઓટા વાળા પ્રભુ જય બજરંગી દાદા..

નામ તમારું સમરતા દાદા. દુખડા હરી લેતાદાદા .2
સૌને ચરણે રાખો .સૌને ચરણે રાખો
ધોળીયા ઓટા વાળા પ્રભુ જય બજરંગી દાદા

Read More

એક રાત એવી શોધું છું
જ્યાં તું અને હું
એકબીજામાં ખોવાઈ જઈએ
પછી ના જગાડે કોઈ

સપના તોડી નાખ જો
પણ સંપ ના તોડ તા...

પોતાની દ્વારકા બનાવવાનું સપનું હોય તો
જીતેલું મથુરા છોડવાનું સાહસ પણ હોવું જોઈએ
વિસુ...

મંદિર માં જવાની જરુર નથી
એતો બહાર બેઠો માલિક

ક્યાંક ચોંકી પર બેઠો છે તો
ક્યાંક રસ્તા માં ખડે પગે ઊભો છે
ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદ
આજ ઈશ્વર વર્ધી પહેરી ને ઊભો છે...

ક્યાંક હોસ્પિટલમાં દર્દીની સારવાર મા છે તો
ક્યાંક ગરીબ ને અન્ન દેતો દેખાય છે
ક્યારેક ઝાડુ લઈને પણ ઊભો છે
આજ ઈશ્વર વર્ધી પહેરી ને ઉભો છે...

ક્યારેક કોઈ ની ગરીબી જોઈ ને દયા આવે
તો મનમાં વિચાર ના કરતા સાહેબ
મોકો મળે તો એ પલ જવાના દેતા
ક્યારેક તમને સાથ દેવા પણ ઊભો છે...
visu..mevada...

Read More

આ શ્રાવણના માસમાં મનને શાંત કરીને બેઠો
અક્ષુ ખુલે ને મનમાં એક સંભળાય મને નામ
બસ મન બોલ્યા કરે મહાદેવ ...

ના રાત કે ના દિન બસ જપ્યા કરે છે જાપ
લાગી ગઈ મને તારી લગની શિવજી
જીવ જપ્યા કરે છે તમારા જાપ
બસ મન બોલ્યા કરે મહાદેવ....

સંભળાય નાદ મને મન મંદિરમાં
મારું હૈયુ રહે નહીં મારા હાથમાં
સૌ હર હર હર હર બોલ્યા કરે
બસ મન બોલ્યા કરે મહાદેવ...
visu...

Read More

બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળી જો
જમાનો ખરાબ નથી સાહેબ
આજ નો માહોલ ખરાબ છે...

નજર તો નથી લાગતી માણસ ને કોઈની
આજ દોરા કે દુઆ ની જરૂર નથી પડતી
શહેરો સુપાવાની જરૂર નથી પડતી કોઈને
બસ વાયરસના લાગી જાય તેનું ધ્યાન રાખજો

જમાનો ખરાબ નથી સાહેબ
આજ નો માહોલ ખરાબ છે
visu...

Read More