#અનન્ય હતી મુસ્કાન એની, અફસોસ...કે કદી કહી ના શક્યો,
એના નયનો ની કટ ને ગાલ પર ની લટ...કદી અનુભવી ના શક્યો,
આ હોઠ, બોલાવે રોજ એના હોઠ ને,પણ સંદેશો...કદી પહોંચી ના શક્યો,
કંઈ ક્ષણભંગુર ન' તું આકર્ષણ તારું, ગળાડૂબ પ્રેમ હતો...કદી પામી ના શક્યો,
હા, એ જ જૂની કથા,મારા દિલ ની વાત, તને કદી કરી ના શક્યો,
પણ અણસાર કશોક તો આયો હશે ને તને, આંખો એ મારી,જ્યારે નિશાની કરી હશે,
ચલ મન, આજે સખત જરૂર પડી છે,આ બધું ભૂલવાની,
સાલું, એક જામ, શું પીધો... હા હા હા હા, બધું બરાબર યાદ આવી ગયું!!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૯ જૂન ૨૦૨૦
#અનન્ય