જવાનના સ્વજનની મનોવ્યથા દર્શાવતી કવિતા
----------------------------------------------------------
અનન્ય ઘેરો વિચાર મનમાં અંકાય છે
ગમગીન બનીને આકારમાં પથરાય છે
કેહવુ છે ઘણું પણ કહી શકાતું નથી
યુદ્ધના વિચારે મારું મન મુંજાય છે
સનાતન છે અખંડિત રૂપ પૃથ્વીનું
દેશ બની સીમાઓમાં વિખેરાય છે
ભારત ચીન મુદ્દે સરહદે તંગદિલીથી
દેશના જવાનનું બલિદાન અપાય છે.
અનન્ય રહી છે ભારત દેશ ની નીતિ
વિચાર વિમર્શ થી સમાધાન થાય છે.
વેરથી વેર વધશે ઘાયલ થશે જવાન
છેવટે નુકશાન તો પ્રજાનું જ થાય છે
#અનન્ય