Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનની કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે કાયમ માટે યાદ રહી જાય છે. એમાં કેટલીક સારી હોય છે, કેટલીક ખરાબ, કેટલીક ડરામણી અને કેટલીક રોમાંચક.
એક સંપુર્ણ કુદરતી જગ્યાનું દ્રશ્ય એ ખૂબ જ રોમાંચક હોય છે. આવા સ્થળની મુલાકાત લેવી એ પણ જીવનનો એક લહાવો છે. પોતાના પ્રિયજન સાથે જીવનના પાછલા વર્ષોમાં વિતાવવા મળતી ક્ષણો પણ રોમાંચક હોય છે. એકબીજાની કાળજી લેવી, ભૂતકાળની ઘટનાઓને યાદ કરીને ક્યારેક હસવું તો ક્યારેક રડવું.
ક્યારેક કોઈની સાથેની પહેલી જ મુલાકાત રોમાંચક હોય છે.
કોઈને નવી નવી જગ્યાઓ રોમાંચક લાગે છે તો કોઈને સાહસથી ભર્યા કામો. કોઈને પોતાના પ્રિયજન સાથે ગાળેલો સમય રોમાંચક લાગે છે તો કોઈને પોતાના કાર્યમાં મળેલી અણધારી સફળતા.
#રોમાંચક

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111478131
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now