રોમાંચક થવું- એક સુંદર એહસાસ.
ક્યારેક સાહસવૃત્તિથી પ્રેરિત, ક્યારેક લાગણીઓથી પ્રેરિત
ક્યારેક સ્પર્શથી પ્રેરિત, તો ક્યારેક નજરોથી પ્રેરિત.
ક્યાંક ઊંચા ઉત્તુંગ શિખરો;
તો ક્યાંક ઊંડી ખીણમાં ખાબકતી નદીનો ખળખળ વહેતો પ્રવાહ,
ક્યાંક કાળા ડીબાંગ આકાશમાં એક વીજળીનો ચમકારો;
તો ક્યાંક સરકતાં ઘેરા વાદળો વચ્ચેથી ડોકિયું કરતો ચાંદ,
ક્યાંક પ્રેમીની આંગળીયો નો સ્પર્શ;
તો ક્યાંક પ્રેમિકાની મદમસ્ત એક નજર,
ક્યાંક એક ગર્જના;
તો ક્યાંક એક ટહુકો ને એક કેકારવ,
ક્યાંક ભીડની વચ્ચે;
તો ક્યાંક એકાંતમાં,
ક્યાંક એક બાળકનું ખિલખિલાટ ભર્યું હાસ્ય;
તો ક્યાંક ઘંટારવના નાદની વચ્ચે ઊઘડતા
મંદિરનાં પટથી થતાં દેવનાં દર્શન,
અહોહો!!!! કેટલું બધું..... ભાઇ,
છે રોમાંચકતા તો કુદરત નાં અણું અણું માં
બસ....
વાર છે એના ખોળે બેસવાની જ.
#રોમાંચક