બધુ મળ્યું છે આજે,
પણ તારી જેવી રોમાંચક વાત કરનાર મળી નહિ,
પ્રેમ મળે છે,
પણ તું જે પ્રેમ આપે છે તેવો પ્રેમ આપવવા વાળી મળી નહિ,
દિલ તો મળે છે,
પણ દિલમાં રહેવા વાળી તારી જેવી મળી નહિ,
જીંદગી મળી છે,
પણ જિંદગી ને રોમાંચક બનાવનાર તારી જેવી મળી નહિ,
જોયા છે મંદિર મસ્જીદ,
પણ શાંતિનો અહેસાસ તારા ખોળા જેવો ક્યાંય મળ્યો નહિ,
વાતો કહેવાવાળા ઘણા છે,
પણ મારી વાતો દિલથી સાંભળવવા વાળી તારી જેવી મળી નહિ,
જીત ગજ્જર
#રોમાંચક