કોરોનાની મેચ ના ઓર્ગેનાઈઝર કોણ છે?
આ સિરીઝ બંધ થવાનું નામ જ નથી લેતી.
અનેક ખેલાડી ઘાયલ, અણનમ આઉટ થયા
એમ્પાયર કોણ છે?, વધારે આઉટ આપે છે.
કેપ્ટને રણનીતિ ઘડી હવે જીત છે કે હાર છે
દેશના ખેલાડી જુવો, તે ફરી રમવા તૈયાર છે
સિરીઝ ચીનથી ચાલુ થઈ વિશ્વમાં વ્યાપી છે
ભારત હારી ગયું શું? કે કોઈ ખેલાડી બાકી છે?
ભારતના રમત વીરોનો વિશ્વમાં ડંકો વાગે છે
ટુંકમાં નક્કી ભારતની જીત ને ચીનની હાર છે
કોરોનાની સિરીઝ રસીકરણથી હવે પૂર્ણ થશે
આશા છે રસી શોધક *રોમાંચક* ભારત હશે.
#રોમાંચક